AHAVADANGGUJARAT

ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટનાથી રોષ, ABVP દ્વારા કલેક્ટરને આવેદન આપી ફાંસીની માંગ કરાઈ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલી ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે સંચાલક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ડાંગ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આહવાની વર્ષો જૂની શિક્ષણ સંસ્થા ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક પ્રકુલ નાયક દ્વારા આશ્રમમાં રહીને ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીને નશીલા દ્રવ્યો પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.આ માનવતાને શરમાવે તેવા કૃત્ય સામે વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ABVP વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મામલે પીડિતાને ન્યાય અપાવવા માટે  મુખ્ય આરોપીને તાત્કાલિક અસરથી ફાંસીની સજા આપવામાં આવે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપી સામે પોક્સો (POCSO) એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે,આ દુષ્કર્મમાં સંડોવાયેલા અન્ય તમામ શખ્સો સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.માત્ર ન્યાય જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ABVP દ્વારા વહીવટી તંત્રને કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા છે જેમાં  ડાંગ જિલ્લાની તમામ કન્યા છાત્રાલયોમાં જિલ્લા પોલીસ દ્વારા ‘સ્વબચાવ’ (Self Defense) ના કાર્યક્રમો યોજવામાં આવે,કન્યા છાત્રાલયોમાં સંચાલન અને રસોઈ કામ માટે માત્ર મહિલા કર્મચારીઓની જ નિમણૂક કરવામાં આવે,જો છાત્રાલયમાં કોઈ પુરુષ કર્મચારી હોય, તો સાંજે ૬:૦૦ વાગ્યા પછી તેમના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.ABVP એ  ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!