MORBI:મોરબી મહાનગર પાલિકાની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ

MORBI:મોરબી મહાનગર પાલિકાની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર અને ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં આજે મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી અને વેરા વસુલાત દર અંગે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો
સંકલન બેઠકમાં તાજેતરમાં મહાનગરપાલિકા ટીમે વેપારીઓનો માલ જપ્ત કર્યાનો મુદો ગાજ્યો હતો કમિશ્નર સ્વપ્નીલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં ૨ કરોડથી વધુના કામો મંજુર કરવામાં આવ્યા છે નાણાપંચની ગ્રાન્ટના કામો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ જનભાગીદારી કામો અંગે દરખાસ્તો મળી છે જેમાં સરકારની મંજુરી મળ્યા બાદ કામ શરુ કરવામાં આવશે બેઠકમાં ટંકારા ધારાસભ્યએ ગેરકાયદે બાંધકામ સીલ કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો તેમજ નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં વેરા વસુલાત કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને બાંધકામ સંબંધિત મુદ્દાઓ પર સરકાર સાથે વાટાઘાટો કરી અંતિમ નિર્ણય લેવાશે – મ્યુનિસિપલ કમિશ્નર










