GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણમાં ચિતલીયા રોડ વાઈડનીંગનું લોકાર્પણ અને ખાનપર રોડનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૩૧/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રૂા ૩૪૭.૦૪ લાખના ખર્ચે ચિતલીયા રોડ વાઈડનીંગ પૂર્ણ, રૂા ૧.૪૦ કરોડના ખાનપર રોડ રીસરફેસિંગનું ખાતમુહૂર્ત

શહેરના રસ્તાઓ માત્ર માર્ગ નહીં, વિકાસની જીવાદોરી છે : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot, Jasdan: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ્દ હસ્તે રૂ. ૩૪૭.૦૪ લાખના ખર્ચે ‘મુખ્યમંત્રી શહેર સડક યોજના’ અંતર્ગત જસદણ શહેરમાં ચિતલીયા રોડ વાઈડનીંગ કામનું લોકાર્પણ તથા રુ. ૧.૪૦ લાખના ખર્ચે રીસરફેસિંગ ઓફ જસદણ ખાનપર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યની વિવિધ નગરપાલિકાઓ માટે મહત્વનો નિર્ણય કરીને રાજ્યની નગરપાલિકા માટે ટાઉનહોલ કે જાહેરહિતના મહત્વના કાર્યો કરવા માટે નિશુલ્ક જમીન આપવાનો પ્રારંભ કર્યો છે. શહેરના રસ્તાઓ માત્ર માર્ગ નહીં, પણ વિકાસની જીવાદોરી છે.

જસદણ શહેર અને તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા નાગરિકો સમક્ષ મુકતા મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણમાં ફોર ટ્રેક રસ્તાની કલ્પના હતી, જે જસદણ નગરપાલિકાની ટીમે સાકાર કરી બતાવી છે. વીરનગર-લાખાવાડ-જસદણ રસ્તો રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે બની રહ્યો છે. તાલુકામાં સરકારી સાયન્સ, આર્ટસ અને કોમર્સની કોલેજ અને શાળાઓની સુવિધા ઉપલબ્ધ છે. ૫૦ બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સુવિધા જસદણમાં આકાર લઈ રહી છે અને આટકોટ થી જંગવડ તરફ જવાના રસ્તે ૨૦ બેડની આયુષ હોસ્પિટલની સુવિધા પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે. જસદણ હવે પાણીની સુવિધાથી સમૃદ્ધ તાલુકો બન્યો છે અને આણલસાગરમાં ક્યારેય પાણી સુકાય નહીં એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં જસદણ વિંછીયામાં ‘મીની જીઆઇડીસી’ ની સુવિધા પણ આ વિસ્તારના ઉદ્યોગપતિઓ માટે શરૂ થશે.

જસદણ શહેરમાં ચિતલીયા મેઈન રોડ વાઈડનીંગ કરી વિવિધ સ્ટ્રકચર પાઈપલાઈન, ફુટપાથ, રોડ ડીવાઈડર અને સ્ટ્રીટલાઈટ સાથે નવો બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૩૪૭.૦૪ લાખના ખર્ચે આ રસ્તો બનવાથી લોકોને ટ્રાફીક સમસ્યામાંથી મુકિત મળી અને શહેરની સુખાકારીમાં વધારો થયો છે.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ થડેશ્વર, કારોબારી સમિતિના ચેરમેન શ્રી કાજલબેન ધોળકિયા,બાંધકામ સમિતિના ચેરમેન શ્રી માધવીબેન વસાણી, મામલતદાર શ્રી આઇ.જી.ઝાલા, ચીફ ઓફિસર શ્રી મેહુલ જોધપુરા તેમજ શહેરના વિવિધ ક્ષેત્રોના આગેવાનશ્રીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!