ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાને પગલે એસટી નિમગ દ્વારા વલસાડ, નવસારી-આહવામાં વધારાની બસો દોડાવાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬/૦૨/ર૦ર૬ થી તા. ૧૮/૦૩/ર૦ર૬ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓને અનુલક્ષીને વલસાડ એસ.ટી.વિભાગ દ્વારા આહવા, વલસાડ અને નવસારી જિલ્લાની જુદી-જુદી સ્કુલોના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે તેમજ પરત લાવવા માટે સ્કૂલો દ્વારા થયેલી માંગણી મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.
સ્કૂલો દ્વારા પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્રથી પરત લઇ જવા માટે લેખિત રજૂઆત થયા બાદ પરીક્ષાના દિવસો દરમ્યાન વધુ એક્ષસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેનો લાભ તમામ પરીક્ષાર્થીઓને મળશે.
એકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરનો સપંર્ક કરવા વિભાગીય નિયામકની અખબારી યાદીમાં જણાવાયુ છે.




