GUJARATTHARADVAV-THARAD

પોલીસ તંત્ર પર સવાલો ઊભા: અધિકારીઓને બાજુએ મૂકી વાવ પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી જવાનનો દબદબો?

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ–થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. સ્થાનિક લોકોના મુખે સાંભળવા મળતી ચર્ચા મુજબ વાવ પોલીસ સ્ટેશનનો આખો વહીવટ જાણે કે એક જી.આર.ડી. જવાન સંભાળી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

લોકોમાં એવી પણ ચર્ચા છે કે કોઈ પોલીસ જવાનની બીટમાં બદલી કરવી હોય તો પણ જી.આર.ડી. જવાનની સલાહથી નિર્ણય લેવાઈ રહ્યો છે. જો આ વાતો સાચી હોય તો પ્રશ્ન ઊભો થાય છે કે નિયમ મુજબ ફરજ બજાવતા અધિકારીઓની ભૂમિકા ક્યાં છે?

આ ઉપરાંત, ચર્ચા છે કે સંબંધીત જી.આર.ડી. જવાન ડી.વાય.એસ.પી., પી.આઈ. તથા પી.એસ.આઈ. સાથે ફોટા પડાવીને પોતાનો રોફ જમાવી રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં અને પોલીસ વિભાગમાં પણ ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

હવે મોટો પ્રશ્ન એ છે કે વાવ પોલીસ સ્ટેશનમાં એવું તો શું ચાલી રહ્યું છે કે એક જી.આર.ડી. જવાન એટલો પ્રભાવશાળી બની ગયો છે? શું ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ છે કે પછી જાણ હોવા છતાં મૌન રાખવામાં આવી રહ્યું છે?

આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સાચી હકીકત જાહેર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. જો નિયમો વિરુદ્ધ કોઈ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો હશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે

 

Back to top button
error: Content is protected !!