MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ક્ષત્રિય અગ્રણી રઘુવીરસિંહજી ઝાલા (R.K.) એ પુત્રના લગ્નપ્રસંગે જલારામ ધામમાં આખો દિવસ મહાપ્રસાદ યોજી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

 

MORBI:મોરબીના ક્ષત્રિય અગ્રણી રઘુવીરસિંહજી ઝાલા (R.K.) એ પુત્રના લગ્નપ્રસંગે જલારામ ધામમાં આખો દિવસ મહાપ્રસાદ યોજી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

 

માનવસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાર્થક કરતા મોરબી જલારામ ધામ ખાતે અનોખો સેવા યજ્ઞ જોવા મળ્યો હતો. મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K. – મોટા ખીજડીયા) દ્વારા તેમના કુંવરશ્રી દેવમસિંહજી ઝાલાના લગ્ન પ્રસંગની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

​સામાન્ય રીતે લગ્નપ્રસંગોમાં થતા ભવ્ય ખર્ચાઓના બદલે ઝાલા પરિવારે સામાજિક જવાબદારી સમજીને મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં આખો દિવસ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. બપોરે અને સાંજે યોજાયેલા આ મહાપ્રસાદ દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ઝાલા પરિવારની આ પ્રેરક પહેલે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

​આ પ્રેરક કાર્ય બદલ ઝાલા પરિવારના મોભી શ્રી કરણસિંહજી ધીરૂભા ઝાલા, રઘુવીરસિંહજી ઝાલા (R.K.), કિશોરસિંહજી ઝાલા, દિલાવરસિંહજી ઝાલા અને નવદંપતી કુંવરશ્રી દેવમસિંહજી ઝાલાને જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહિતના અગ્રણીઓએ બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી. મોરબીના સેવાભાવી નાગરિકોમાં પણ ઝાલા પરિવારના આ ઉમદા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!