નવસારી ખાતે યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, મતદાનનું મહત્વ સમજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે યોગ્ય માહિતી પ્રાપ્ત થાય તે હેતુસર રાજ્યના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, ચર્ચા-વિચારણા કૌશલ્ય અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બનશે.ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન નવસારી જિલ્લામાં આયોજિત થનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા યુવક-યુવતીઓએ પોતાની અરજી તા. ૨૩/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, “કામાક્ષી”, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી તથા પ્રવેશપત્ર માટે dydonavsari28@gmail.com પર સંપર્ક કરી શકાશે



