GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં માવઠું

સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં માવઠું

અમીન કોઠારી મહીસાગર

એકાએક વરસાદ શરૂ થતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો.

શિયાળાની ઋતુમાં કરેલા ઘઉં ચણા મકાઈ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા બપોરના 12 થી 1:00 વાગ્યાના સમયમાં વરસાદ વરસતા સમગ્ર જિલ્લાના ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

હાલમાં ઘઉં ચણા મકાઈ અને ઘાસચારાનો પાક પાકીને તૈયાર થઈ ગયો છે અને તેને ખેતરમાં સુકાઈ ગયેલો પાક વાળવાનો જ બાકી હતો અને બીજી કેટલીક જગ્યાએ તો વાળેલો પાક ખેતરમાં હતો, એમ કહેવાય કે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો ઝૂંટવાઈ ગયો…

કુદરત નારાજ થતા ખેડૂતોને મોંઘવારીના માર સામે પોતાની નજર સામે ફૂલી ફાલેલો પાક બગડી જવાની બીકના કારણે ખેડૂત આજે માથે હાથ દઈને રોઈ રહ્યો છે.

ખેતરમાં પડી રહેલા સૂકા પાકને વરસાદી પાણીથી અને પાણીથી કોહવાઈ જાય કે બગડી ના જાય તે માટે તાડપત્રી શોધવા માટેની દોડાદોડી કરતો જોવા મળી રહ્યો હતો.

શું અચાનક આવી ગયેલા માવઠાને લીધે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાનને પ્રવર્તમાન ગુજરાતની સરકાર મદદરૂપ થશે ખરી એવા અનેક સવાલો ખેડૂતોના મનમાં ઊઠી રહ્યા છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!