GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે ‘સેવા સેતુ’ ૨.૦ કાર્યક્રમ યોજાયો

લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે ‘સેવા સેતુ’ ૨.૦ કાર્યક્રમ યોજાયો
*

અમીન કોઠારી મહીસાગર…

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે મોટા સોનેલા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કર્યું
**

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારદર્શી વહીવટ અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે લુણાવાડા તાલુકાના મોટા સોનેલા પ્રાથમિક શાળા ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટા સોનેલા સહિત આસપાસના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રામીણ જનતાને પોતાના કામો માટે તાલુકા મથકે ન જવું પડે તે માટે એક જ સ્થળે આવક-જાતિના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ, PMJAY (આયુષ્માન કાર્ડ), અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના કામો હાથ ધરવામાં આવ્યા હતા. કલેક્ટર શ્રીએ આ તકે યોજનાકીય લાભ મેળવનાર વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને મંજૂરી પત્રોનું વિતરણ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લઈ વહીવટી તંત્રની આ કામગીરીની સરાહના કરી હતી.આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!