MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના નાગરિકોને સ્વ-વસ્તી ગણતરી (Self-Enumeration) માં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અપીલ..

  1. મહીસાગર જિલ્લાના નાગરિકોને સ્વ-વસ્તી ગણતરી (Self-Enumeration) માં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અપીલ..

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….

દેશના સર્વાંગી વિકાસનો મુખ્ય આધાર સાચી અને સચોટ માહિતી પર રહેલો છે.

આ માહિતીના આધારે જ સરકાર દ્વારા ભવિષ્યના વિકાસલક્ષી આયોજનો અને નવીન કદમ ઉઠાવવામાં આવતા હોય છે.

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાઈને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો છે.

પોલીસ અધિક્ષકે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૧લી જૂન, ૨૦૨૬ થી વસ્તી ગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. આ વસ્તી ગણતરીમાં એકત્રિત કરવામાં આવતી તમામ માહિતીનો ઉપયોગ રાજ્યના અલગ-અલગ વિસ્તારોના વિકાસના કામો અને તેના સચોટ આયોજન માટે થનાર છે.

વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નાગરિકો માટે સુલભ બનાવવાના હેતુથી, ગત ૧૭મી મે, ૨૦૨૬ થી ‘સ્વ-વસ્તી ગણતરી’ (Self-Enumeration) ની ઓનલાઈન પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવી છે.

આ ઓનલાઈન સુવિધાનો વ્યાપક લાભ લેવા અપીલ કરતા સફીન હસને ઉમેર્યું હતું કે, સ્વ-વસ્તી ગણતરીનો ભાગ બનવા અને પોતાના વિશેની માહિતી તંત્ર સુધી પહોંચાડવા માટે દરેક નાગરિકે **se.census.gov.in** વેબસાઈટ પર જવાનું રહેશે. આ પોર્ટલ પર પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના યોગ્ય અને સાચા જવાબો આપીને નાગરિકો પોતાની અને પોતાના કુટુંબની માહિતી ઓનલાઈન જમા કરાવી શકે છે.

મહીસાગર જિલ્લાના નાગરિકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તેવી અપીલ કરતા તેમણે અંતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ જાગૃત નાગરિકો આ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી આ મહત્વપૂર્ણ કાર્યને વધુ સરળ, સચોટ અને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે. આપણી સાચી માહિતી જ દેશના સજ્જડ અને સુદ્રઢ ભવિષ્યનો પાયો નાખશે.

Back to top button
error: Content is protected !!