JUNAGADHKESHOD

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાઇકલ રેલી યોજાઈ, યુવાનો, બાળકો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાઇકલ રેલી યોજાઈ, યુવાનો, બાળકો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદ શહેરમાં “માય ભારત યુથ વોલન્ટિયર્સ”ના આયોજન હેઠળ ભવ્ય સાઇકલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં કેશોદ શહેર યુવા મોરચો, કેશોદ શહેર ભાજપ સંગઠન, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ સહિત વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપવામાં આવી છે. સાયકલના ઉપયોગથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે તેવા સંદેશ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ કેશોદના વાઘેશ્વરી માતાજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી આંબાવાડી, કાપડ બજાર, અમૃતનગર મેઇન રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી દરમિયાન ચાર ચોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની મૂર્તિ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તથા શરદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અને સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા યુવાનો અને બાળકો દ્વારા સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પર્યાવરણ બચાવવા અંગેના સંદેશો આપવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલી આ રેલીનું નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં બાળકોમાં સાયકલ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે અને યુવા પેઢી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે. મોટી સંખ્યામાં નાગરિકોએ રેલીમાં ભાગ લઈ વિશ્વ સાયકલ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!