GANDHINAGAR ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આગામી એક વર્ષ સુધી ખેતીની જમીન બિન-ખેતી (NA) કરવા પર લાગશે બ્રેક







GANDHINAGAR ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આગામી એક વર્ષ સુધી ખેતીની જમીન બિન-ખેતી (NA) કરવા પર લાગશે બ્રેક


ગુજરાત સરકારે જમીન સુધારણા અને સંપાદન પ્રક્રિયાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવા આદેશ અનુસાર, હવે ગુજરાતમાં આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિન-ખેતી (Non-Agricultural – NA) કરી શકાશે નહીં. સરકારના આ કડક વલણને પગલે જમીનના ખરીદ-વેચાણની બજારમાં મોટો ગરમાવો આવી ગયો છે.

MO પર લાગશે બ્રેક: ખેતીની જમીનને બિન-ખેતી કરાવવા માટેની ઓનલાઈન કે ઓફલાઈન મંજૂરી (MO) આપવાની પ્રક્રિયા પર હાલ પૂરતો સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સરકારના આ આકરા નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સરકારી પ્રોજેક્ટ્સ કે અન્ય સંપાદન (Acquisition) દરમિયાન થતી જમીનની સટ્ટાખોરી અને ગેરકાયદેસર વેપલાને રોકવાનો છે.
ખેડૂતો અને રોકાણકારો પર અસર આ નિર્ણયથી એવા તત્વો પર લગામ કસાશે જેઓ સસ્તા ભાવે ખેતીની જમીન ખરીદી, તેને NA કરાવીને કરોડો રૂપિયાનો નફો કમાતા હતા.
“ઘણી વખત સરકારી પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કરવાની હોય તેવા વિસ્તારોમાં વચેટીયાઓ અને બિલ્ડરો અગાઉથી જ જમીન ખરીદીને તેને NA કરાવી લેતા હોય છે, જેથી સરકાર પાસેથી મોટું વળતર મેળવી શકાય. આ પ્રકારના જમીનના ખેલ અને વેપલાને સદંતર બંધ કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.”
આ નિર્ણયથી આગામી સમયમાં જમીનની કિંમતો સ્થિર રાખવામાં અને સાચા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં મોટી મદદ મળશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પૂરતો આ નિયમ એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સમગ્ર રાજ્યના રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્ર પર જોવા મળશે.




