
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી કલેક્ટર કચેરીની લિફ્ટમાં 30 મિનિટ સુધી 3 લોકો ફસાયા..! જવાબદાર કોણ…? કલેક્ટરે માનવ જીવનને સામાન્ય માની ફોન ન ઉપાડ્યો
કલેક્ટર, અધિક કલેક્ટર અને સંબંધિત વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ છતાં ફોન ન ઉપડ્યા, મેન્ટેનન્સ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
મોડાસા: અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી ખાતે ની લિફ્ટ હવે સવાલોના ચક્રવાયુમાં આવી છે. 4 તારીખના રોજ 2.45 કલાકે ત્રણ લોકો લિફ્ટમાં બેઠા અચાનક લિફ્ટ બંધ થઈ જતાં ત્રણ વ્યક્તિઓ ના શ્વાસ અધ્ધર થઈ ગયા. ફસાયેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિએ માર્ગની મકાન વિભાગ માં કામ કરતા કેટલાક કર્મચારીઓ અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો જો કે અધિકારીઓએ ફોન ઉપાડવાનું હતું આખરે પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓનો સંપર્ક કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને 3.15 કલાકના અરસામાં ટેકનિકલ ટીમને બોલાવી લિફ્ટના દરવાજા ખુલતાં ત્રણેય વ્યક્તિ બહાર નિકળી શક્યા હતા.મહત્વપૂર્ણ બાબત એ છે કે, 3 તારીખે બપોરે આશરે 1:16 કલાકે પણ લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી હતી.. હવે સવાલ એ થાય છે કે, લિફ્ટના મેન્ટેનન્સ નામે કેટલા ખર્ચા સુધારવામાં આવતા હશે…?

આ ઘટનાએ સેવા સદનની લિફ્ટના મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. જો લિફ્ટનું નિયમિત જાળવણી કામ કરવામાં આવતું હોય, તો આવી સ્થિતિ કેમ સર્જાઈ..? શું લિફ્ટની સમયાંતરે તપાસ થાય છે? અને આવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ માટેની વ્યવસ્થા કાર્યરત હતી કે નહીં? જો આવી જ પરિસ્થિતિમાં કોઈ વરિષ્ઠ અધિકારી અથવા ગંભીર તબિયત ધરાવતી વ્યક્તિ ફસાઈ હોત, તો જવાબદારી કોની ….?
સળગતા સવાલો
લિફ્ટમાં ખામી કેવી રીતે સર્જાઈ…?
મેન્ટેનન્સ પાછળ કેટલો ખર્ચ થાય છે…?
ઘટનાના સમયે તાત્કાલિક કાર્યવાહી કેમ ન થઈ..?
કટોકટીની સ્થિતિ માટેની વ્યવસ્થા કાર્યરત હતી કે નહીં..?
આ ઘટનાની તપાસ થશે કે નહીં?
એટલું જ નહીં ફસાયેલા લોકોએ ઈમરજન્સી બેલ પણ વગાડ્યો હતો તેમ છતાં કોઈ જ આવ્યું નહીં જેને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કલેક્ટર પોતે જ લિફ્ટ માં ફસાઈ ગયા હોત તો? કોણ કોણ દોડીને આવત? અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર માનવીય મૂલ્યનું કોઈ જ ગણતા નથી.



