ARAVALLIMODASA

શામળાજી – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા દ્વારા આયોજિત “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત શામળાજી સ્થિત નૃસિંહ ધામ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સરકારના માનનીય મંત્રી પી.સી. બરંડા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી.કાર્યક્રમમાં નૃસિંહ ધામ આશ્રમના સંચાલક  સોનજીભાઈ બારીયા, શામળાજી તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ વિસાત, જિલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મોડિયા, તાલુકા પંચાયત સદસ્ય ગીરીશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા,વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના જતન, વૃક્ષોના મહત્વ અને હરિયાળા ગુજરાતના નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના સફળ આયોજન બદલ સામાજિક વનીકરણ વિભાગ તથા સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!