SAGBARA

સાગબારા મામલતદાર કચેરી હવે નવા સરનામે કાર્યરત થશે : નવા મકાનના નિર્માણને લઈ વહીવટી કામગીરી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થળાંતરિત કરાઈ,

સાગબારા મામલતદાર કચેરી હવે નવા સરનામે કાર્યરત થશે : નવા મકાનના નિર્માણને લઈ વહીવટી કામગીરી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થળાંતરિત કરાઈ,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

સાગબારા તાલુકાની જાહેર જનતા અને નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, સાગબારા મામલતદાર કચેરી માટે નવા મકાનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી હાલની મામલતદાર કચેરીનું વહીવટી કામકાજ તાત્કાલિક અસરથી તાલુકા પંચાયત કચેરી, સાગબારા (ગ્રાઉન્ડ ફ્લોર, જમણી બાજુના વિભાગમાં) સ્થળાંતરિત કરવામાં આવ્યું છે.

 

આથી હવે સોમવારથી મામલતદાર કચેરીને લગતી તમામ સેવાઓ અને કામગીરી, જેમાં મહેસૂલી સેવાઓ, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો, વહીવટી અરજીઓ, મામલતદાર કોર્ટને લગતી કાર્યવાહી તેમજ અન્ય સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે, તે માટે અરજદારોએ તાલુકા પંચાયત કચેરીના પરિસરમાં સંપર્ક કરવાનો રહેશે.

 

નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડતા ન પડે અને સરકારી સેવાઓનો લાભ સતત મળી રહે તે હેતુસર આ વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સાગબારા તાલુકાની સર્વે જનતાને ઉપરોક્ત બાબતની નોંધ લઈ આગામી તમામ કામકાજ માટે નવા સ્થળે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

 

*નવું સરનામું*

મામલતદાર કચેરી (કામચલાઉ વ્યવસ્થા)

તાલુકા પંચાયત કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર (જમણી બાજુ),

સાગબારા, જિ

લ્લો નર્મદા.

 

Back to top button
error: Content is protected !!