
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા પાલિકાના ટાઉનહોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફિટ ધરાશાઈ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત – નગરપાલિકા ની પ્રીમોન્સુન કામગીરી સામે સવાલ – મોટી દુર્ઘટના ટળી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ પાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં શનિવારે સાંજના સમયે અચાનક ધાબાની પેરાફિટ ધરાશાઈ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેરાફિટનો કાટમાળ નીચે પડતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે મોટી દુર્ઘટના ટળી હતી

ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી અને પાલિકા તંત્રની કામગીરી તેમજ ઈમારતના જાળવણી ને લઇ અનેક સવાલો ઊભા થયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ પાલિકા તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે ટાઉનહોલ શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી અને કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોડાસા નગરપાલિકા સામે ઘટના ને લઈ અનેક સવાલો ઉભા થયા છે જેમા ચોમાસાના સમયે કરવામાં આવતી પ્રીમોન્સુન કામગીરી ને લઈ અનેક સવાલો ઉભા થયા. કોઈ ઘટના બને ત્યારે જ મોડાસાની નગરપાલિકાનું તંત્ર જાગતું હોય તેવું લોકો જણાવી રહ્યા છે મોડાસા હવે આ ઘટના બની એટલે તંત્ર દોડશે અને જર્જરીત ઇમારતો સહિત સામે કાર્યવાહી કરશે પરંતુ ઘટના બને તે પહેલા કેમ કાર્યવાહી થતી નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે





