
તા.૧૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:સ્વર્ગસ્થ પિતા ની સ્મૃતિ માં હસ્તેશ્વર મંદિરમાં વાસણોનું દાન કરતા સનાતની પુત્રો
લીમખેડા તાલુકાના પાલ્લી ગામના રહેવાસી પરમ ગૌ સેવક ભક્ત અશોકભાઈ, જીતીનભાઈ, દિલીપભાઈ, દશરથભાઈ દેવારા ના પિતા સ્વ. ફકીરચંદ જી. દેવારા તા.3-6-2026 ના રોજ દેવલોક પામ્યા હતા.તેમની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્રો દ્વારા દાહોદ જિલ્લાના સૌથી જૂના અને પ્રાચીન એવા શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીધરા ખાતે મોટું તપેલું, ઢાંકણું, કઢચો,સ્ટીલ ની 2 ડોલ દાન આપવામાં આવ્યું.સનાતની પુત્રો દ્વારા મંદિર ખાતે વાસણોનું દાન આપવામાં આવતા મંદિર તરફથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો





