સાગબારાના કુઈદા ગામે જૂના રસ્તા પર અવરોધનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટરને કરી લેખિતમાં રજૂઆત,

સાગબારાના કુઈદા ગામે જૂના રસ્તા પર અવરોધનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટરને કરી લેખિતમાં રજૂઆત,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધી :જેસિંગ વસાવા
સાગબારા તાલુકાના કુઈદા ગામના કેટલાક ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ગામના દફનવિધિ સ્થળે જવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતા જાહેર રસ્તા પર અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
અરજીમાં જણાવ્યા મુજબ, ગોસાઈ જાલમસિંહ વિઠ્ઠલભાઈના ઘરથી ઈશ્વરભાઈ પોપટભાઈ તડવીના ઘર સુધીનો રસ્તો વર્ષોથી અવર જવર માટે તેમજ ગામના નાના-મોટા વાહનોની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે. જોકે કેટલાક લોકો દ્વારા રસ્તા પર દબાણ કરી તેને બંધ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે, રસ્તો બંધ થઈ જશે તો જવા આવવામાં મુશ્કેલી ઊભી થશે. ઉપરાંત, ૧૦૮ એમ્બ્યુલન્સ, અને અન્ય જરૂરી વાહનોની અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાશે.
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને યોગ્ય તપાસ કરી વર્ષોથી ઉપયોગમાં લેવાતા આ રસ્તાને ખુલ્લો રાખવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.




