GIR SOMNATHGIR SOMNATHJUNAGADH

૩૭મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા-૨૦૨૩માં ગીર સોમનાથના બે સ્પર્ધકોએ પ્રથમ સ્થાન મેળવ્યુ

સીનીયર બહેનોમાં વાળા પારૂલ અને જુનીયર ભાઈઓમાં ડાભી યોગેશ પ્રથમ

ગીર સોમનાથ. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૧૨૨૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી. જેમાં ૪૮૧ સીનીયર ભાઈઓ, ૪૧૭ જુનીયર ભાઈઓ, ૧૫૭ સીનીયર બહેનો, ૧૭૨ જુનીયર બહેનોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ૪૧.૩૬ મીનીટના સમય સાથે સીનીયરબહેનોમાંગીરસોમનાથના વાળા પારૂલ પ્રથમ આવ્યાં હતાં. જ્યારે જુનીયર ભાઈઓમાં ગીર સોમનાથના ડાભી યોગેશે ૫૮.૪ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રીતે ગીર સોમનાથના બન્ને સ્પર્ધકો વિજેતા થયા હતાં. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. આ સાથે જિલ્લાના સ્પર્ધકોએ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!