IDARSABARKANTHA

યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા ઈડરિયા ગઢ પર ત્રીજીવાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ

સાબરકાંઠા…

અત્યાર સુધી માત્ર ગરવા ગઢ ગીરનાર પર જ યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે સાબરકાંઠા જીલ્લાના ઈડરિયા ગઢ પર યોજાઇ હતી. તો ત્રીજી વાર ઇડર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માત્ર સાબરકાંઠા કે અરવલ્લી જ નહિ પણ અન્ય જીલ્લાના પણ સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો…

“અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો” ઈડરિયા ગઢ પર લાગેલી આ દોડ છે ઈડરિયો ગઢ જીતવા માટેની દોડ…જી હા, આજે ગુજરાત સરકારના રમત-ગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા ઈડરિયા ગઢ પર ત્રીજીવાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અત્યાર સુધી માત્ર ગીરનાર પર જ યોજાતી આ સ્પર્ધા આ વખતે ઇડરીયા ગઢ પર પણ યોજાઈ અને એમાં ૨૭૯ ટોટલ સ્પર્ધકોએ ભાગ લીધો તેમાં ૧૭૨ યુવક અને ૧૦૭ યુવતીઓએ હોશ ભેર ભાગ લઇ ઈડરિયો ગઢ જીતવા દોડ લગાવી હતી. તો અહિ આવેલ સ્પર્ધકોમાં પણ ખુશી જોવા મળી હતી. તો અહિ થી તેઓ નેશનલ કક્ષાએ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેવા જવાની ઈડર ગઢ થી જ શરૂઆત કરવામાં આવી હતી…

ઈડરીયો ગઢ એક ઐતિહાસિક ધરોહર છે અને જેને જોવા પણ લોકો ઉમટી પડતા હોય છે ત્યારે અહિની આ સ્પર્ધા માં દુર દુરથી આવીને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગઢના ઈતિહાસ ની માહિતી પણ મેળવી હતી. ગઢ પર યોજાયેલી આ સ્પર્ધામાં ગઢના ૬૯૯ પગથીયા ઝડપથી ચડનાર ૧૦ સ્પર્ધકો માટે અલગ અલગ ઇનામ પણ રાખવામાં આવ્યા હતા. જો કે આવેલા સ્પર્ધકોમાં ઇનામ કરતા વધુ જીજ્ઞાસા ગઢને આંબવાની દેખાઈ રહી હતી. તો ઈડર પ્રાંત અધિકારી એ પણ જીતેલા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. અને આ સ્પર્ધા બાદ નેશનલ કક્ષાએ પણ ભાગ લેવા જવાની ઈચ્છાઓએ ઈડર સ્પર્ધા બાદ વ્યક્ત કરી હતી…

ઈડરિયા ગઢ પ્રત્યેનું આકર્ષણ માત્ર સાબરકાંઠાનાં જ લોકોમાં નહી પણ ગુજરાતના તમામ લોકોમાં છે. ગઢ પર થઇ રહેલું ખનન બંધ થયા બાદ હવે ગુજરાતના લોકો ગઢ, તેના સ્થાપત્યો, તેનો ગૌરવવંતો ઈતિહાસ જાણી-માણી શકે એ માટે આ જે પ્રયાસ થયો તેને સ્થાનિક લોકો પણ આવકારી રહ્યા છે…

રિપોર્ટર:-જયંતિ પરમાર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!