GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી(MCMC) ની બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી(MCMC) ની બેઠક યોજાઈ

***

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સમગ્ર દેશ સહિત સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી જાહેર થતા જ ૧૬ માર્ચ થી આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો/સંસ્થાઓ કે તેમના ટેકેદારો દ્વારા પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમો થકી પ્રચાર કરવામાં આવતો હોય છે. આદર્શ આચારસંહિતાના ભાગરૂપે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયામાં રાજકીય પક્ષ કે ઉમેદવાર અંગે પ્રસિધ્ધ થતા સમાચારોનું મોનીટરીં કરવા મીડીયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી(એમસીએમસી) રચના કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયામાં પ્રસિધ્ધ થતા રાજકીય પક્ષ કે ઉમેદવારના શંકાસ્પદ સમાચાર અને પેઇડ જાહેરાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી પાર્થ ગોસ્વામી, નોડેલ ઓફિસર ફોર મિડીયા હરિશ પરમાર સહિત એમસીએમસી સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!