IDARSABARKANTHA

વડાલી તાલુકાનાં ધામડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પુર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ની હાજરીમાં ભાગવત કથાનો પુર્ણાહુતી કાર્યકમ યોજાયો

 

વડાલી તાલુકાનાં ધામડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પુર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ની હાજરીમાં ભાગવત કથાનો પુર્ણાહુતી કાર્યકમ યોજાયો હતો. ધામડી ગામના જ્યંતિભાઈ પટેલે ૧૧લાખ નું દાન આપી તેમજ દાનવીરો પાસે કુલ ૮૦ લાખ જેટલી માતબર રકમનું દાન એકઠું કરી ભાગવત કથા માં આપ્યું હતું…

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોના વૃંદાવન અને ગૌશાળાના શુભારંભના લાભાર્થે આયોજીત શ્રીમદ ભાગવત કથામાં શુભારંભ ના દિવસે જ્યંતીભાઈ પટેલ ના ઘરે થી પોથી યાત્રા સમગ્ર ગામમાં ધામધૂમ નીકળી હતી. શ્રીમદ ભાગવત કથામાં સાત દિવસ સુધી શ્યામ સુંદર મહારાજ વડાલી તાલુકાના લોકો કથા નું રસપાન કરાવ્યું હતું ભાગવત કથા ના પુર્ણાહુતી દિવસે ભાગવત કથા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ હાજરી આપી હતી ધામડી ગામના જ્યંતિભાઈ પટેલે ૧૧લાખ નું દાન આપ્યું હતું ત્યારે જ્યંતિભાઈ પટેલ પોતાના સમાજ, સગા સબંધીઓ તેમજ દાનવીરો પાસે ૮૦ લાખ જેટલી માતબર રકમનું દાન ધામડી ખાતે વડીલોનું વૃદાવન તેમજ ગૌશાળા ના શુભારંભ માં અર્પણ કરવામાં આવ્યું હતું જ્યંતીભાઈ પટેલ પરિવાર તેમજ ઉમિયા પરીવાર તથા અન્નક્ષેત્ર આશ્રમના ભક્તજનો અને ગ્રામજનો ગૌશળાના શુભારંભના લાભાર્થે શ્રીમદ ભાગવતકથા આવનાર તમામ ભક્તોએ ભાગવત કથાનું રસ પાન કર્યું હતું. ત્યારે કથાના પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ની હાજરીમાં જૉવા મળી હતી…

 

રિપોર્ટર:-જયંતિ પરમાર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!