હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
“શાળામાં યોજાઈ ક્વિઝ”
શાળામાં તા.28.01.2023 થી પ્રિલીમ. પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષાની વિદ્યાર્થીઓ આનંદિત થઈ સારી રીતે અને તણાવમુક્ત તૈયારી કરે તે હેતુસર આજ રોજ શાળામાં *”ધો.9-10 માટે સાયન્સ ક્વિઝ” અને “ધો.11-12 માટે શૈક્ષણિક ક્વિઝ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝમાં મોટા ભાગે પ્રિલીમ. પરીક્ષાના અભ્યાસક્રમને લગતા પ્રશ્નો અને થોડા સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી જુદાં જુદાં રાઉન્ડ દ્વારા તેઓ સમક્ષ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા જે પ્રશ્નોના જવાબ જે તે ગ્રુપ દ્વારા ન મળતાં તે પ્રશ્નો ઓડિયન્સમાં રહેલાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા અને તેઓમાંથી સાચો જવાબ મળતાં તેમને તરત જ ઈનામ આપવામાં આવતું હતું.
કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ગ્રુપને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમમાં ઈનામો આપવામાં આવશે. સાયન્સ ક્વિઝ માટે શાળા શિક્ષિકા ફેનીબેન અને શૈક્ષણિક ક્વિઝ માટે નસીમબેને સુંદર અને સફળ આયોજન કર્યું હતું અને તમામ શિક્ષકમિત્રોએ સહકાર આપ્યો હતો. એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ અને આનંદિત રહ્યો હતો