MAHISAGARSANTALPUR

મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલે મોટી કાર્યવાહી, 4 અધિકારી અને 2 પોલીસકર્મી સસ્પેન્ડ, 11 મેએ ફરી મતદાન

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સંતરામપુરના 220 નંબરના પરથમપુર ગામના મતદાન મથકના 4 અધિકારી અને 2 પોલીસકર્મી સસ્પેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

દાહોદ લોકસભા બેઠકના એક બુથમાં બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી. મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામના એક બુથ પર ફરી મતદાનનો નિર્મય લેવામાં આવ્યો છે. દાહોદ લોકસભા અંતર્ગત આવતા બુથ નંબર 220માં ફરી મતદાન થશે.

ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચર કરતા વિવાદ થયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને રિપોર્ટ સોપ્યો હતો. રિપોર્ટમાં અનધિકૃત મતદાન થયું હોવાનો સ્વીકાર થયો છે. કેટલાક મતો અનધિકૃત રીતે પડ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ ફરી મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ફરી મતદાન થશે.

ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વિજય ભાભોર પરથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને ધમકાવતો જોવા મળ્યો હતો. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી. જોકે, વિવાદ થયા બાદ વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો છે.

box

સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીના નામ 

1.રોહિત કાનાભાઈ ખુશાલભાઈ – પ્રિસાઇડિંગ ઓફિસર

2.પરમાર ભુપતસિંહ મોતીસિંહ – આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ

3.સોલ્યા યોગેશભાઈ સોમજીભાઈ – પોલિંગ ઓફિસર

4.પટેલ મયુરિકાબેન શાંતિલાલ – પોલિંગ ઓફિસર

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીના નામ

1.રાહુલ જીલુભાઈ

2.રમણભાઈ છગન માલીવાડ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!