MORBIMORBI CITY / TALUKO

મોરબી પ્રભારીમંત્રી  પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ટાઉન પ્લાનિંગ જીણવટ ભર્યું નિરીક્ષણ કરી વિકાસકામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, છેવાડા ના ગામડા સુધી પાણી પહોંચાડવું વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ખેડૂતોના પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ દાખવવા અને ગરીબ-જરૂરિયાતમંદ માણસોને ઓછા ધક્કા પડે તે મુજબ માનવીય અભિગમ દાખવીને યોગ્ય કામગીરી કરી મોરબીને સુશાસનમાં નંબર વન પર લાવવા જણાવ્યું હતું. ઉપરાતં સાથે મળી સંકલન થી મોરબીને દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રભારી બન્યા બાદ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની મોરબીની પ્રથમ મુલાકતમાં તેમણે અધિકારીશ્રીઓને ઉત્તમથી સર્વોત્તમ કામગીરી માટે પ્રેરણા આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા તથા સર્વે ધારાસભ્યશ્રીઓએ મહેસૂલ, પાણી-પુરવઠા, રોડ-રસ્તા, સિંચાઈ અને કેનાલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ તેમજ આરોગ્ય વગેરે જેવા જન હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી જી. ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, ધ્રાંગધ્રાં-હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને કાલાવડ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેધી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શેરશિયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી, કચેરીઓના વડા અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!