BHARUCH

જંબુસર તાલુકાના ભડકોદરા ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા. પાંચ જુગારીઓ નાસી છૂટ્યા.

જંબુસર તાલુકાના ભડકોદરા ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા. પાંચ જુગારીઓ નાસી છૂટ્યા.

જંબુસર તાલુકાના ભડકોદરા ગામના ભાથીજી દાદા ના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઈ પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય એવી બાતમી કાવી પોલીસને મળતા કાવી પોલીસે ઘટના સ્થળે રેડ પાડતા ત્રણ જુગારીઓ જેમાં ( ૧ ) અજય ભાઈ ભીખાભાઈ રાઠોડ
( ૨) વિક્રમભાઈ મગનભાઈ રાઠોડ ( ૩ ) અશોકભાઈ રતિલાલ રાઠોડ તમામ રહે નવીનગરી ભડકોદરાનાઓ ઝડપાઈ ગયા હતા જ્યારે પાંચ જુગારીઓ ભાગી છુટ્યા હતા જેમાં ( ૧ ) ઈરફાન આદમ પટ્ટાવાળા (૨)
યાસર નજીર મદાફરિયા. ( ૩ ) રામુભાઈ મફતભાઈ રાઠોડ. ( ૪ ) સંજયભાઈ જશુભાઈ રાઠોડ (૬) સુરેશ રણછોડ રાઠોડ ભાગી છુટયા હતા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી દાવ પરના તેમજ અંગ જડતીના મળી કુલ રૂપિયા ૧૯૩૦ ના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયા હતા. ઉપરોક્ત બનાવ અંગે કાવી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!