SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સી.આર પાટીલે ધારાસભ્યોના ક્લાસ લીધા, AAP અને કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં હોમવર્ક શરૂ!

તા.23/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળવાની છે તે પહેલાં પાટીલે ગુજરાત વિધાનસભા 2023 ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે એવુ આ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસનો ખેલ બગાડયો છે પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે જો આ બેઠકો અંગે વિચાર ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે આ એવી બેઠકો છે,જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વોટબેંક ભાજપ કરતા વધુ છે પાટીલે આ 55 બેઠકો પર 2022 જેવી સ્થિતિ સર્જાઈ તેવી 2024 માં ન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે 26 માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડાશે ભાજપ પ્રમુખ પાટીલનું ફોકસ હાલ આ 55 બેઠકો છે તેમણે આ 55 બેઠકોના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી અહી જીત હાંસિલ કરી હતી જો આ બેઠકો મજબૂત નહિ કરાય તો લોકસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે છે તેથી ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે સૌથી પહેલુ કામ આ 55 બેઠકોને મજબૂત કરવાનું હાથ ધરાયું છે ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે 26 માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!