ANJARKUTCH

અંજાર તાલુકાની K.K.M.S ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની અને ધરજીયા પરિવારની દીકરી સ્વામી વિવેકાનંદજી વિશેની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે

૨૭-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- હાલે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના શિક્ષક ભરતભાઈ વાલજીભાઈ ધરજીયાની પુત્રી રોશની ભરતભાઈ ધરજીયા જે હાલે અંજાર તાલુકાની K.K.M.S. ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ 11/E માં અભ્યાસ કરે છે. જેમને આ વર્ષે ડિસેમ્બર – 2022 માં તાલુકા લેવલે લેવાયેલ સ્વામી વિવેકાનંદજી વિશેની પરીક્ષામાં અંજાર તાલુકા લેવલે રોશની ભરતભાઈ ધરજીયા પ્રથમ નંબરે પાસ થયેલ હતા. ત્યાર બાદ જે તાલુકા લેવલે પ્રથમ નંબરે પાસ થયેલ હતા તેમને તારીખ 17/01/23 ના જિલ્લા કક્ષાની પરીક્ષા આપેલ હતી. અને આ જિલ્લા કક્ષાની પરીક્ષામાં પણ રોશની ભરતભાઈ ધરજીયા કચ્છ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબરે પરીક્ષા પાસ કરીને K.K.M.S.ગર્લ્સ હાઇસ્કુલ અને ધરજીયા પરિવારનું નામ રોશન કરવા બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવે છે.તેમજ રોશની ભરતભાઈ ધરજીયા સ્વામી વિવેકાનંદજી વિશેની ની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે પાસ કરવા બદલ તેમનું તારીખ :- 06/02/2023 ના રાજકોટ ખાતે સન્માન કરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!