DAHOD

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આયોજિત દિશા બેઠક નિમિતે સ્વ સહાય જૂથોને ઉપલબ્ધ કરાવેલ આજીવિકા પ્લેટફોર્મ 

તા.30.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આયોજિત દિશા બેઠક નિમિતે સ્વ સહાય જૂથોને ઉપલબ્ધ કરાવેલ આજીવિકા પ્લેટફોર્મ

 

દાહોદ જિલ્લામાં ગત તા. ૨૭ ના રોજ રાજ્યમંત્રી  બચુભાઇ ખાબડ, સાંસદ જશવંત સિંહ ભાભોર તથા જિલ્લા પંચાયત પ્રમુખ  શીતલબેન તેમજ ધારાસભ્યઓ દ્વારા સ્વ સ્વહાય જૂથોને ફાળવેલ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત/સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓને વેચાણ અર્થે મુકવામાં આવી હતી

જેમાં જય અંબે સખી મંડળ, ભાટીવાડા- દાહોદ દ્વારા હેન્ડ મેડ ક્રાફટ, જય યોગેશ્વર WSHG પહાડ-સિંગવડ દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી ઓર્ગેનિક શાકભાજી તથા મતૃસખી મંડળ-લીમખેડા દ્વારા માટીકામના વાસણો વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા

GLPC-NRLM રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ઉકત સખી મંડળો દ્વારા નિર્મિત/ સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી અને વેચાણ થકી SHG જૂથોને આજીવિકા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી

મુલાકાત દરમિયાન કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!