BODELICHHOTA UDAIPUR

બોડેલી સફાયર પબ્લિક સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ની ભવ્ય ઉજવણી.

બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલ માં ધોરણ 1 થી 8 અંગ્રેજી માધ્યમ તથા 9 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ નો સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવ્યો. જેમાં રાહુલ ઇસરાણી, હિતેશ પરમાર, દુબી ગુરુ, સ્મિતા સેન અને ઉમેશ રાજપાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રજ્વલિત કરી સ્પોર્ટ્સ ડે ની શરૂઆત કરી. શિસ્તબધ માર્ચ પાસ કરી ખેલકુદની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થી ઓએ માસડ્રીલ અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થી ઓએ પિરામીડ રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓ માટે ધોરણ પ્રમાણે જુદી જુદી રમતો જેવી કે કાર્ડબોર્ડ, ફ્રોગરેસ,સેકરેસ, લેમનસ્પૂન, થ્રીલેગ રેસ જેવી રમતો અને 50, 100, 200 મીટર દોડ રાખવામાં આવી હતી. ધોરણ 9 થી 12 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ વચ્ચે વોલીબોલ, ડોઝબોલ, કેરમ ,ચેસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના તમામ વિદ્યાર્થીઓને 4 હાઉસ માં વિભાજિત કર્યા છે જેમાં બ્લુ હાઉસ એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગ્રીન હાઉસ દ્વિતીય સ્થાને રહ્યું હતું.શિક્ષકોના અથાગ પરિશ્રમથી આ સ્પોર્ટ ડે સંપૂર્ણ સફળ રહ્યો હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!