NARMADATILAKWADA

છેલ્લા બાર વર્ષથી ખૂન / ખૂનની કોશિશ / રાયોટીંગ અને આર્મ્સ એક્ટ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

છેલ્લા બાર વર્ષથી ખૂન / ખૂનની કોશિશ / રાયોટીંગ અને આર્મ્સ એક્ટ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ એ નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલી સૂચના અનુસાર સી એમ ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓ એ પોલીસ મથકે નોંધાયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા તપાસમાં હતા દરમિયાન તેઓને ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોરસિસના આધારે માહિતી મળેલ કે કવાંટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપી અમરસિંગભાઈ રાઠવા રહે રાયસીંગપુરા માલ ફળિયા તાલુકો કવાટનાઓ છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો હોય જે આરોપી જિલ્લાના ટોપ ટેન નાસ્તા ફરતા યાદીમાં હોય અને સદર આરોપી ઉપર ₹10,000 નું ઇનામ જાહેર કરવામાં આવેલ હોય જે આરોપી રાયસીંગપુરા ગામે કોતર પાસે આવેલા એક ઝૂંપડીમાં હોવાની બાતમી મળેલ

જે બાતમીના આધારે સી એમ ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કવાંટ તથા પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી બાતમિ વાળી જગ્યા ઉપર સ્થાનિક વેશ ભૂષા પહેરીને વોચ ગોઠવી હતી દરમિયાન વહેલી સવારના ઝૂંપડીમા તપાસ કરતા આ કામનો આરોપી અમરસિંહભાઈ મોચડાભાઈ રાઠવા ઝડપાઇ આવ્યો કવાંટ પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને ઝડપી પાડી કવાંટ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!