GIR SOMNATHGIR SOMNATH

મહા શિવરાત્રી ના દિવસે વહેલી સવારથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ આગું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટીઓ છે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરી કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી. યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!