CHIKHLINAVSARI

દિગેન્દ્રનગર હાઇસ્કુલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં તારીખ ૨૩/૦૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ સુરક્ષા સેતુ સોસાયટી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા મહિલા સુરક્ષા સમિતિ આયોજિત સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબે માનનીય મહેમાનો નવસારી જિલ્લાના ડી.વાય.એસ.પી. શ્રી વી.એન.પટેલ સાહેબ તથા ચીખલીના પી.આઇ. શ્રી કે. જે. ચૌધરીસાહેબ , ચીખલી તાલુકાના મહિલા સુરક્ષા સમિતિના પ્રતિનિધિ શ્રીમતિ નઝિરાબેન, રાનકુવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એમ. કે. ગામીતસાહેબ તેમજ નવસારી જિલ્લા સાઇબર ક્રાઇમના એડવોકેટશ્રી ચિરાગભાઈ લાડનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું . પ્રાસંગિક ઉદબોધન કરતા આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ટકોર કરી વર્તમાન સ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ વિભાગના એડવોકેટ ચિરાગભાઈ લાડે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ફેક આઈડી, સોશિયલ મીડિયાના વિવિધ એપ દ્વારા અજાણ્યા વ્યક્તિ જોડે સંપર્ક અંગે ગંભીરતા રાખવા જણાવ્યું હતું. તેમજ પોતાની રોજનીશી, પર્સનલ ડિટેલ્સ, લોકેશનની અપડેટ કોઈપણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મુકવા પહેલા સભાન થવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે અંગે નવસારી જિલ્લાના ડી.વાય.એસ.પી.સાહેબે પોતાના વ્યક્તવ્યમાં સાયબર ક્રાઈમને બહાર લાવવા માટે કોઈપણ ગભરાટ વગર, નિશંક પણે પોલીસનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરી જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબે આ કાર્યક્રમ દ્વારા મળેલ માહિતીનો લાભ વિદ્યાર્થીઓ, તેમના માતા- પિતા તેમજ સમગ્ર સમાજને થાય તે માટે શરમ છોડી આગળ વધીને કાયદા અંગે સભાન થવા પ્રોત્સાહિત કર્યા હતા. અને અંતે આભાર વિધિ દ્વારા કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.શ્રી દિ.વિ.કે. મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ તથા ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈએ બાળકોને ખૂબજ ઉપયોગી એવા કાર્યક્રમ કરવા બદલ નવસારી જિલ્લા પોલીસતંત્ર તથા શાળાના આચાર્યશ્રી અને સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!