SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરમા સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરનારા ચાર ઈસમો સહિત રૂ.22,43 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

તા.29/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ જવારચોક ધર્મભક્તી નામના કોમ્પલક્ષમા સોનાના વેપારીઓ સાથે થયેલ વિશ્વાસધાત તથા છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા સોનાના દાગીના કિ.રૂ 16,40,836 ના તથા રોકડ રૂ.53,000 તથા મોબાઇલ ફોન નં.7 કિ.રૂ‌.34,800/- તથા એક ફોરવ્હીલ કાર કિ.રૂ 5,00,000 તથા અન્ય મુદામાલ કિ.રૂ 1600 એમ મળી કુલ રૂ 22,43,436 ના મદ્દામાલ સાથે સુ.સીટી એ ડીવી પો.સ્ટે.ની સર્વેલન્સની ટીમે ઝડપી લીધો છે તાજેતરમા સુરેન્દ્રનગર સીટી જવાહરચોક ધર્મભકિત કોમ્પલેક્ષ-ર માં અમુક ઇસમો દ્વારા છેલ્લા ત્રણ માસથી વી.એન.જવેલર્સ નામની ભાડેથી દુકાન રાખી કાવતરૂ ઘડી આજુ બાજુના સોની વેપારીઓ સાથે સોનાના દાગીના તથા રોકડ રકમનો વ્યવહાર કરી સોની કામ કરતા વેપારીઓને વિશ્વાસમાં લઇ, ગઇ તા.25/06/2023 ના રોજ સોનાના વેપારી પાસેથી સોનાની બુટી જોડ નં.18 તથા સોનાના પેન્ડલ સેટ જોડ નં.2 કિ. રૂ. આશરે 2,00,000, સોનાના ચેઇન નંગ 18 કિ.રૂ.15,25,000 તથા સોનાની ચુક નં.180 કિ.રૂ 25000 તથા સોનાની ચેઇનના આકડા નં.60 કિ.રૂ્100000 એમ મળી કુલ રૂ.18,50,000 ના સોનાના દાગીના લઇ વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી સોનાના દાગીના લઇ નાશી ગયેલ હોય સુ.સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજી થવા પામેલ હતો જેથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝનના એચ.પી.દોશી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જેથી સુ.સીટી એ ડીવી પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ આર એમ સરોદેની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સુ.નગર સીટી એ.ડીવી પો.સ્ટે. પો.સબ.ઇન્સ કે એચ ઝનકાત તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન શોર્સની મદદ મેળવી સદરહુ ગુન્હામા સંકળાયેલ આરોપીઓ, વિજયભાઇ સઓ અંબાલાલભાઇ પંચાલ જાતે સોની ઉ.52 રહે. રામચાલી, જવાહરચોક,સાબરમતી અમદાવાદ શહેર મુળ રહે,બંગલી નંબર- 7,શતલીલાશા સોસાયટી, ગોધરા રોડ, દાહોદ, નવીનભાઇ ઉર્ફે કાળુ સઓ ગુલાબભાઇ પરમાર ઉ.30 રહે 102 રાજાવીર સોસાયટી, ઠકકરબાપા નગર, અમદાવાદ શહેર, જીગ્નેશભાઇ સ/ઓ કિશોરભાઇ વાઘેલા ઉ. 26 રહે. કબીરવાડી અનીલસ્ટાર મીલ રોડ બાપુનગર અમદાવાદ શહેર, સૌરભભાઇ સુભાષભાઈ ભાવશાર જાતે રંગેરા ઉ.33 રહે. 330/4 પરષોતમનગર વિરાટનગર રોડ, નિકોલ અમદાવાદ શહેર વાળાઓને ગણતરીના કલાકોમા અમદાવાદ શહેર તથા ગાંધીનગર ખાતેથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!