GANDHIDHAMKUTCH

કચ્છ જિલ્લાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં ગુજરાત રાજ્યના મહામંત્રી સમક્ષ ગાંધીધામ તાલુકાના RSM ના અધ્યક્ષ દ્વારા ગાંધીધામ તાલુકા શિક્ષકોના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. 

૨૬-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- કચ્છ જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાની કારોબારીમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી શ્રી અનિરુદ્ધસિંહ સોલંકીજી ની ઉપસ્થિતિમાં ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા અને મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોની રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવી. જેમાં..

(1). – 2005 પહેલાની ભરતીવાળા શિક્ષકો માટે જુની પેન્શન યોજનાનો ઠરાવ તાત્કાલિક કરાવવો.

(2). – 2005 પછીના શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે આંદોલન અને લડત માટે કાર્યક્રમ તાત્કાલિક યોજવા.

(3). – કેન્દ્રના ધોરણે મોંઘવારી આપવા સરકાર તાત્કાલિક જાહેરાત કરે.

(4) – ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં નોકરી કરતા શિક્ષકોને વાહન ભથ્થું આપવું.

(5) – શિક્ષકોના 10 ટકા cps સામે 14 ટકા રકમ આપવી.

(6). – શિક્ષકોને B.L.O માંથી મુક્તિ અપાવવા રાજ્ય કક્ષાએ રજુઆત કરવી.

(7) – બદલી કેમ્પ તાત્કાલિક બધાજ પૂર્ણ કરવા.

(8) – જે તે તાલુકામાં ક્લાર્ક ની જગ્યા ખાલી છે તે મહેકમ મુજબ ક્લાર્કની ભરતી કરવી. જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.આ તકે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી, પશ્ચિમ કચ્છના પ્રચારક હિંમતસિંહ, પંચમહાલ જિલ્લાના અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી શ્રી રમેશભાઈ ગાગલ, તથા ઉચ્ચ માધ્યમિક સવર્ગ ના અધ્યક્ષ નયનભાઈ વાંઝા, તથા કચ્છ જિલ્લાના હોદ્દેદારો તથા ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ, તથા કચ્છ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ, મંત્રીશ્રી અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!