DAHOD

દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ : ૪૬ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

તાલુકા આરોગ્ય કચેરી દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ : ૪૬ બોટલ બ્લડ ડોનેટ

જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનિમિયા તેમજ સગર્ભા સ્ત્રીઓમાં રક્તની અછતને લઈને તાલુકા આરોગ્ય કચેરી દાહોદ ખાતે ઝાયડ્સ બ્લડ બેંકનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાહોદ જિલ્લાના બાળકોમાં સીકલસેલ એનિમિયા જેવી બીમારીને પહોંચી વળવા તથા સગર્ભા સ્ત્રીઓમાં રક્તની અછત જોતા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આજુબાજુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ અને દાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાન કરવા માટે તાલુકા આરોગ્ય કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ વિજય પરમાર અને જીલ્લા પંચાયત સભ્ય  સુધીરભાઈ લાલપુરવાળા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, દાહોદ તાલુકાની આર.બી.એસ.કે ટીમ, સી.એચ.ઓ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પમાં કુલ ૪૬ બોટલ બ્લડની કલેકટ કરવામાં આવી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!