NAVSARI

નવસારીમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત કચરા એકત્રીકરણ માટે 11 ઇ -રિક્ષા ફાળવવામાં આવી.

ભૂતકાળ ના વર્ષોમાં કચરો ઉઠાવવા માટે સાઇકલ વિતરણ પણ કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલ-ચીખલી

નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ દ્વારા નવસારીમાં કાર્યરત સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ઘન કચરાના કલેકશન માટે 11 ઇ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે. ત્યારે 11 ઇ-રીક્ષાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરના વરદે હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જ્યારે આ ઇ-રીક્ષાઓ ગામોમાં સૂકો કચરો અને ભીંનો કચરો અલગ અલગ એકત્રિત કરવાના હેતુસર ગામ માં સ્વચ્છતા ના અભિગમ થી ફાળવવામાં આવી છે. આ ઇ-રીક્ષાઓ ગણદેવી તાલુકામાં માણેકપોર, વાડી અને વેગામ ગ્રામ પંચાયતને, ચીખલી તાલુકામાં ફડવેલ, રાનવેરીકલ્લા અને આલીપોર ગ્રામ પંચાયતોને, વાંસદા તાલુકામાં ખાંટાઆંબા, બેડમાળ, અને કાવડેજ ગ્રામ પંચાયતને તેમજ જલાલપોર તાલુકામાં હાંસાપોર ગ્રામ પંચાયતને અને નવસારી તાલુકામાં પડઘા ગામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા ફાળવવામાં આવી છે.ત્યારે ઇ-રીક્ષા વિતરણ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને નિયામકશ્રી એમ.એસ.ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત 11 ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્સ:૧
નવસારી જિલ્લા પંચાયત દ્વારા પણ વર્ષ ૨૦૨૦-૨૧ માં ૧૫ માં નાણાપંચ ટાઇડ ગ્રાન્ટ માંથી અલગ અલગ ગામોમાં ઇ-રીક્ષા વિતરણ કરવામાં આવી હતી. જ્યારે આ ઇ-રીક્ષા નો ઉપયોગ શું યોગ્ય રીતે થઈ રહ્યો છે?

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!