KUTCHMANDAVI

માંડવી તાલુકા ભાજપના પ્રમુખશ્રી સુરેશભાઇ સંઘારના જન્મદિવસ નિમિતે વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખરમાં રહેતા દિવ્યાંગ ભાઈઓ સાથે જન્મ દિવસની ઉજવણી કરવામા આવી.

૩- માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના તિર્થ ભુમિ બિદડા ગામના વતની અને માંડવી તાલુકા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ સંગાર નુ આજ રોજ જન્મદિવસની અનોખી પહેલ સાથે ઉજવણી કરવામાં આવી હતી.બિદડા હાઈવે પર આવેલા નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળ ખાતે વિકલાંગ દિવ્યાંગોને મીઠાઈ ફરસાણ તેમજ સ્વાદિષ્ટ ભોજન પિરસીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ત્યાર બાદ સુરેશભાઈ નાં સાથી મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી ને ચાંપશી માતંગ નાં હાથે સુરેશભાઈ એ કેક કાપી ને જન્મદિવસ ની ઉજવણી કરી હતી.આજ રોજ સુરેશભાઈ સંગાર નાં જન્મદિવસ નિમિત્તે ટેલીફોન પર તેમજ સોશિયલ મીડિયા પર તેમજ રૂબરૂ મળીને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળ ખાતે વિકલાંગ દિવ્યાંગોને ભોજન સુરેશભાઈ સંગાર તેમજ પાર્ટીમાં હોદ્દેદારો એ ભોજન પીરસ્યું હતું અને સુરેશભાઈ સંગાર એ દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવીને દિવ્યાંગો ના આર્શિવાદ પણ લીધાં હતાં.સુરેશભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પધારેલા માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી,વિરમ ગઢવી, જેક્શન સંગાર તાલુકા સદસ્ય,કીર્તિભાઈ ગોર મંત્રી તાલુકા ભાજપ, ધનરાજ ગઢવી પ્રમુખશ્રી કિસાન મોરચો,હિતેન્દ્રસિંહ જાડેજા યુવા ભાજપ,દશરથસિંહ જાડેજા ઉપપ્રમુખશ્રી તાલુકા ભાજપ,રાજેશ સંઘાર યુવા ભાજપ ઉપપ્રમુખ,આનંદ નાગુ,રાજેન્દ્રભાઈ સંઘાર, મંગલભાઈ સંઘાર એસઇયન હોસ્પિટલ, ભાવેશભાઈ સંઘાર, જીતુભાઈ મહેશ્વરી, ચાંપશી માતંગ, દર્શન એડવોકેટ, તેમજ મિત્ર સાથીઓ સાથે ભાજપ પાર્ટીના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!