GIR SOMNATHKODINAR

પીપળી પ્રાથમિક શાળા મુકામે વિશ્વ વન દિવસ ઉજવાયો

તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પ્રાથમિક શાળા પીપળી મુકામે.શાળાના બાળકોને જણાવાયુ હતું કે. દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.તેમજ જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. તેથી જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે.તેમ છાત્રો ને જણાવાયુ હતું.અદાલત અને ન્યાયિક પ્રિક્રિયા વિશે .તેમજ બાળકો ના વિવિધ રક્ષણાત્મક અધિકારો,પૉસ્કો એક્ટ .તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ, તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!