BHARUCH

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રાષ્ટીય અનુસૂચિત જાતી અને જનજાતિ વિકાસ પરીષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર.

જંબુસર પ્રાંત અધિકારીને રાષ્ટીય અનુસૂચિત જાતિ અને જનજાતિ વિકાસ પરિષદના આગેવાન પ્રભુદાસ મકવાણા તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજ પર અન્ય જાતિના ઈસમો દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં એકજ મહિનામાં અનુસૂચિત જાતિ સમાજ પર ખૂન અને અત્યાચારની બે ઘટનાઓ બનીછે.

રાજપીપલા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર વણકર સમાજના પરિવાર પર કહેવાતા સવર્ણ સમાજના ઈસમોએ હીંચકારો હુમલો કરી પરિવાર પર કેર વરતાવ્યો હતો, તેમજ બીજા બનાવમાં.

મહીસાગર જિલ્લાના નાના ખાનપુર ગામે અનુસૂચિત જાતિની બાળા, ચંદ્રિકાબેન વિનોદભાઈ પરમાર ઉંમર વર્ષ 19 નું અપહરણ કરી બળાત્કાર ગુજરી હત્યાં કરવામાં આવી હતી.
જેની ચારદિવસ પછી નદીના કોતરોમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળેલછે.

તો આવાગંભીર ગુના આચરી સમાજમાં આંતક ફેલાવનાર ગુનેગારોને આકરી દાખલારૂપ સજા થાય
જે બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી યોગ્ય ન્યાય મેળવવા માંગણી કરી હતી.

આહિયા ખાસ નોંધવું એ ઘટે કે સરકારના રાજમાં ભારત અને ગુજરાત ભરમાં અનુસૂચિત જાતિ સમાજ પર છાસવારે અત્યાચાર, ખૂન, બળાત્કારના બનાવો બનતા રહે છે, અને સરકાર મુક પ્રેક્ષક બની નિહાળી રહીછે.
જે બાબતે સરકારને આવેદન પત્ર આપી ઢંઢોળવાનો પ્રયત્ન સફળ થાય એવી આશા અનુસૂચિત જાતિ સમજમાં સેવાય રહ્યાના સમાચાર સાંપડ્યા છે.રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!