MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઈ ગામે હેપ્પી પાર્લર માંથી રૂપિયા 60,000ની ચોરીની ફરીયાદ નોંધાઇ

વિજાપુર પિલવાઈ ગામે હેપ્પી પાર્લર માંથી રૂપિયા 60,000ની ચોરીની ફરીયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલ હેપ્પી પાન પાર્લર ની દુકાનનો રાત્રીના બે વાગ્યા ના સુમારે તાળું તોડી દુકાન મુકેલ ધંધા ના રૂપિયા 60,000 ચોરી કરીને લઈ ગયા હોવાની પાર્લર ના માલીકે અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે આ અંગેની મળતી માહીતી મૂજબ પિલવાઈ ગામે હેપ્પી પાન પાર્લર ચલાવતા સિધ્ધરાજ સિંહ અજીતસિંહ વિહોલ રાત્રી પોતાનો પાર્લર ની દુકાન બંધ કરીને ગયા બાદ મોડી રાત્રીના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પાન પાર્લર ની દુકાન નો તાળુ તોડીને દુકાન ના ગલ્લા માં મૂકેલા રૂપિયા 60,000 રોકડા કોઈ ચોરીને લઈ ગયેલ હોવાની અસ્ત વ્યસ્ત પડેલો માલ જણાઇ આવતા સિધ્ધરાજ સિંહ વિહોલે અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!