BHARUCHBHARUCH CITY / TALUKO

નેશનલ ઇન્ટેલેકચ્યુયલ પ્રોપર્ટી અવેરનેસ મિશન અંતર્ગત  Intellectual Property Rights  વિષય પર રાષ્ટ્રીય વેબીનાર યોજાયો 

  • નેશનલ ઇન્ટેલેકચ્યુયલ પ્રોપર્ટી અવેરનેસ મિશન અંતર્ગત  Intellectual Property Rights  વિષય પર રાષ્ટ્રીય વેબીનાર યોજાયો

ભરૂચ – બુધવાર – ભારત સરકારના નેશનલ ઇન્ટેલેકચ્યુયલ પ્રોપર્ટી અવેરનેસ મિશન અંતર્ગત  Intellectual Property Rights  વિષય પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું હતું. આ વેબીનાર સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ, ગુજરાત અને આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર દ્વારા સહિયારા પ્રયાસ રૂપે આયોજિત થયો હતો.

આ વેબીનારના નિષ્ણાત વક્તા શ્રી અમોલ પાટીલે ભારત સરકાર દ્વારા વ્યકિત, સંસ્થા કે પ્રાઈવેટ કંપનીના બૌધ્ધિક મિલકત અંગેના હકો વિષે જણાવ્યુ હતું. ભારતના વિદ્યાર્થીઓ આવી પેટન્ટ વિકસાવે અને નવીન શોધો કરે તે બાબતે શિક્ષકોના યોગદાન પર તેમણે ભાર મૂક્યો હતો.

કાર્યક્રમનુ સંચાલન અને આયોજન આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર ના IQAC સંયોજક ડૉ. પી. બી. ઘંટે એ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના ડૉ. જસવંત રાઠોડે કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના અધ્યાપકો અને સંશોધકો જોડાયા હતા


-વાત્સલ્યમ્ સમાચાર

મહેન્દ્ર મોરે-ભરૂચ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!