HALOLPANCHMAHAL

હાલોલ:પોલીકેબ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:528 યુનિટ બ્લડ એકત્ર કરાયું

તા.૩૦.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા રોડ પર આવેલ પ્રસિદ્ધ કેબલ બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીકેબ કંપનીના સી.એમ.ડી ઈંદર જયસિંધાની ના જન્મદિવસના અવસર નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ ઇન્દુ બ્લડ બેંક તેમજ હાલોલ આરોગ્ય મંડળ સંચાલિત પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર નાં સહયોગથી રાખવામાં આવ્યો હતો.જેનો મુખ્ય હેતુ સ્થાનિક લોકોને વિવિધ પરિસ્થિતિઓમાં બ્લડની જરૂર પડતી હોય છે અને તેના માટે અલગ અલગ લોકોનો સંપર્ક કરવો પડતો હોવાથી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આ સમસ્યાના સમાધાન માટે એક નાનકડી પહેલ કરવામાં આવી હતી,જેથી તમામ લોકો જે બ્લડ આપવા માટે સક્ષમ છે તેવા કંપનીના કર્મચારીઓ તથા અન્ય લોકોને એકત્રિત કરી રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે પોલીકેબ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાણા બધા યુવા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.જેમાં ટોટલ 528 યુનિટ રક્તદાન એકત્ર થયું હતું.આ પ્રસંગે પોલીકેબ કંપની નાં ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી,વડોદરા ભાજપા શહેર પ્રમુખ અને ઇન્દુ બ્લડ બેંક માથી ડૉ વિજયભાઈ શાહ, પોલિલેબ કંપનીનાં સી.એસ.આર.જનરલ મેનેજર નીરજભાઈ કુંદનાની,હાલોલ મહાજન આરોગ્ય મંડળનાં ટ્રસ્ટી ભરતભાઈ પરીખ,દીપેશભાઈ તલાટી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!