GUJARATLUNAWADAMAHISAGAR

મતદાન કરનાર અને કરાવનાર બંનેને અગવડ 0 સુનિશ્ચિત કરતું મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મતદાન કરનાર અને કરાવનાર બંનેને અગવડ 0 સુનિશ્ચિત કરતું મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર

મહિસાગર વહીવટીતંત્રનો મતદાન દિવસનો જીણવટપુર્વક ચોક્સાઈ ધરાવતો પ્લાન

મહિસાગર જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા છાંયડો કે શેડ ન હોય તેવા કુલ-૨૩૭ મતદાન મથકો ઉપર શેડની, હિટવેવથી બચવા મતદાન મથક દિઠ-૧૦ જગ પીવાના પાણી તથા ૧ જગ રેડી ટુ યુઝ ORS, દરેક મતદાન મથક ઉપર મેડીકલની ફસ્ટ એઇડ કીટ તથા પુરતાં પ્રમાણમાં ORSના પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવનાર છે. વઘુમાં, જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથકો માટે આરોગ્યની ટીમો નિમાયેલા ઝોનલ અઘિકારીશ્રી સાથે સંકલનમાં રહી કામ કરશે. જરૂરીયાતના સમયે તાલુકા હેલ્થ ઓફીસરનો સંપર્ક કરવા માટે ખાનપુર-7567863369, લુણાવાડા- 6359973743, કડાણા-8980514254,.સંતરામપુર-8155092297, વિરપુર-7567863369, બાલાસિનોર- 7567863366 નંબર ઉપર સંપર્ક કરી શકો છે.

૮૫થી વધુ ઉંમરના મતદારો, દિવ્યાંગ મતદારો, અશકત મતદારો તથા બિમાર મતદારો માટે જરૂરીયાત મુજબ બુથ ઉપર ફ્રી પીકઅપ અને ડ્રોપની સુવિઘા તથા વોલેન્ટીયર્સ અને વ્હિલચેરની વ્યવસ્થા તથા એક જ સ્થળ પર ત્રણ કે તેથી વઘુ મતદાન મથક હોય તેવા ૧૮ સ્થળ ઉપર ફૂલર તેમજ ૨૧ સખી, ૩ PWD, ૩ મોડેલ તથા ૧ યુવા મતદાન મથક ઉપર પણ ફૂલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને અગવડતા ન પડે એ માટે આરોગ્ય વિભાગ તરફથી ફસ્ટ એઇડ કીટ તથા વેલફેર કીટમાં ટૂથપેસ્ટ, ટુથબ્રશ, શેમ્પુ, હેર ઓઇલ, નાહવાનો સાબુ, જીપર બેગ, બિસ્કીટ, ઇન્સટન્ટ કોફી/ટી, ચણાનું પેકેટ, પીનટનું પેકેટ, ફાસ્ટ કાર્ડ, ખજૂરનું પેકેટ, એનર્જી ડ્રિકનું પેકેટ વિગેરે જેવી પ્રાથમિક જરૂરીયાતની ચીજવસ્તુની કીટ મતદાન મથકના તમામ પોલીંગ સ્ટાફને પુરી પાડવામાં આવનાર છે

આ ઉપરાંત જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર ઘ્વારા મતદાન સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને મતદારો સાથે અનુકૂળ વ્યવહાર કરવા માટે તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે. ડીસ્પેચીંગ વખતે મતદાન મથક ઉપર જનાર સ્ટાફને અગવડતા ન પડે એ માટે ઓર્ડર વિતરણ કાઉન્ટર તથા ઝોનલ વાઈઝ ડીસ્પેચીંગ પ્લાન તથા ડીસ્પેચીંગ સેન્ટર ઉપર મોબાઇલ, ટોયલેટ, ઠંડુ પાણી, લાઇવ ફુડ તથા આકસ્મિક સમય માટે મેડીકલ કેમ્પનું આયોજન જ્યારે રીસીવીંગ સમયનો રીસીવીંગ પ્લાન તથા સેન્ટર ઉપર જરુરી લાઇવ ફૂડ તથા રસના/છાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!