INTERNATIONAL

અમેરિકામાં ગેરકાયદે ઘુષણખોરી કરવાના પ્રયાસમાં 4 ભારતીયોના મોત

અમેરિકામાં ગેરકાયદે ઘુષણખોરી કરવાના પ્રયાસમાં લોરેન્સ નદીમાં ડૂબી જતા 6 લોકોના મોત થયા છે. જેમાં 4 ભારતીયો પણ સામેલ છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. કેનેડિયન સમાચાર સંસ્થાઓ સીબીસી અને સીટીવીના જણાવ્યા અનુસાર પોલીસે ગુરુવારે સવારે ક્વિબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી છ મૃતદેહો મેળવ્યા હતા, જ્યારે ગુમ થયેલ નવજાત બાળકની શોધ ચાલુ છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ‘જે છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો પરિવારછે. રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. નવજાત બાળકની શોધ ખોળ ચાલુ છે. એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’

પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો હતો. મળી આવેલ બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો છે. અને તેની પાસેથી કેનેડિયન પાસપોર્ટ મળી આવ્યો હતો. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

સ્થાનિક પોલીસ જણાવ્યું હતું કે, આ મૃત્યુ આ વિસ્તારમાં કાર્યરત દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. પોલીસ પીડિતોને ઓળખવામાં અને નજીકના સંબંધીઓને સૂચિત કરવામાં મદદ કરવા ઇમિગ્રેશન કેનેડા સાથે વાતચીત કરી રહી છે. તેઓ નદી પર સિક્યોરિટી પણ ગોઠવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!