NAVSARI

Surat: દક્ષિણ ગુજરાત વૈષ્ણવ (ચ.સંપ્રદાય) સમાજનો દિતિય હનુમાન જન્મોત્સવ સુરત ખાતે યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

દક્ષિણ ગુજરાત  વૈષ્ણવ (ચાર સંપ્રદાય) સુરતનો દિતિય હનુમાન જન્મોત્સવ સુરત ખાતે આવેલ બાપા સીતારામ ફોર્મ, જીવન જ્યોત સર્કલની બાજુમાં સમાજના અધ્યક્ષ આનંદરાજ વૈષ્ણવ ,સચિવ લલિત વૈષ્ણવ,સહ સચિવ ભરતજી અગ્રાવત બોરડી સહિતના ઉત્સાહિત કાર્યકર્તાઓ દ્વારા હર્ષોઉલાશે યોજવામાં આવ્યું હતું.

આ હનુમાન જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત સાંજે પૂજા અર્ચના આરતી સાથે જય શ્રીરામ ના જયનાદ સાથે કરવામાં આવી હતી. જેમાં અજય વિજય એન્ડ અર્ચના અગ્રવાલએ ભજનોની રમઝટ બોલાવતા વૈષ્ણવ સમાજ બંધુઓ ભજનોની સુરવલીમાં તરબોળ થઈ નૃત્ય કરી ઝૂમી ઉઠ્યા હતા.જ્યારે બહેનો પણ ભક્તિમાં લીન બની નૃત્યમાં તલિન બની ગયા હતા.

આ જન્મોત્સવ કાર્યક્રમમાં સમાજના બાળકોએ હનુમાનજી, શ્રીરામ, સીતા માતાના વેશ ધારણ કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. મહંત ૧૦૮ સીતારામ બાપુ લંકા વિજય હનુમાન મંદિર હાજર રહ્યા હતા. ગુજરાત વૈષ્ણવ સમાજના અગ્રણી ઉમેશભાઈ લશ્કરી,નેવીલભાઈ નિમાવત,ભરતભાઇ દેવમુરારી,પ્રતિભાબેન લશ્કરી સહિત આગેવાનો તેમજ રાજસ્થાન ઉદયપુર વૈષ્ણવ સમાજના પ્રમુખ શાંતિલાલભાઈ, માજી પ્રમુખ રમેશભાઈ,ગૌરક્ષક ભરતભાઈ વૈષ્ણવ, સંજયભાઈ વૈષ્ણવ,મેવાડ સમાજના પ્રમુખ જગદીશભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી.

આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ જાતિ બંધુઓને પ્રમુખ આનંદરાજ વૈષ્ણવ સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રીરામની પ્રતિમા ભેટ આપી દુપટ્ટો ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત,નવસારી, વાંસદા,વઘઇ,વ્યારા, અંકલેશ્વર, વાપી, વલસાડ, નેત્રંગ સહિત આજુબાજુ વિસ્તારનાં ગામોના વૈષ્ણવ સમાજના 2000થી વધુ લોકો ઉપસ્થિત રહી જન્મોત્સવ કાર્યક્રમને શોભાવી મહાપ્રશાદીનું લાભ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહી કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી આ દિતિય હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વૈષ્ણવજનોનું  દક્ષિણ ગુજરાત ચતુર્થ સંપ્રદાય વૈષ્ણવ સમાજ સુરતના કાર્યકર્તાઓ એ આભાર માન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!