BHUJKUTCH

સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટ મળવાથી કોઈપણ જાતના અન્ય ઈંધણના ખર્ચ વિના હું રસોઈ બનાવી શકું છું ખેડૂત સુશ્રી ગીતાબેન જેઠવા

13 – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગોબરધન યોજના થકી બાયોગેસ પ્લાન્ટ મળતા ગીતાબેન હવે

પ્રદૂષણમુક્ત સ્વચ્છ ઈંધણથી ઘરની રસોઈ બનાવે છે

ભુજ કચ્છ :-કચ્છના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મગરા ગામના મહિલા ખેડૂત સુશ્રી ગીતાબેન જેઠવા જણાવે છે કે, અમે ઘરમાં પાંચ સદસ્યો છીએ. પહેલા અમારા ઘરમાં બાયોગેસની સુવિધા ન હોવાથી ચૂલા પર રસોઈ બનાવવી પડતી હતી. જો કે, સરકારશ્રીના સ્વચ્છ ભારત ગ્રામિણ મિશન અતંર્ગત બાયોગેસની કીટ ઉપલબ્ધ થતા ખૂબ જ સરસ રીતે કોઈપણ જાતની તકલીફ વિના રસોઈ બનાવી શકાય છે. તેઓએ બાયોગેસની કિટ મળતા ખુશી સાથે વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. ઉપરાંત, સતત આ જ રીતે જનવિકાસના કાર્યો થતા રહે એવી લાગણી દર્શાવીને રાજ્ય સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, ગીતાબેન જેઠવા ખેતીની સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓને સ્વચ્છ ભારત ગ્રામિણ મિશન અંતર્ગત લોકભાગીદારીના પાંચ હજાર રૂપિયાથી બાયોગેસ પ્લાન્ટ માટેની કિટ ગોબરધન યોજના દ્વારા સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવી છે. ગીતાબેન પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બાયોગેસ ઉત્પાદન સુગમ રીતે શક્ય છે અને રો–મટિરિલ્યસ પણ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.બાયોગેસ સ્વચ્છ ઈંધણ હોવાથી અન્ય કોઈ જ અલગ ઈંધણની જરૂર ન પડતી હોવાનું પણ ગીતાબેને જણાવ્યું હતું. આ ઉપરાંત, બાયોગેસ બન્યા બાદ વેસ્ટનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે કરવામાં આવે છે જે જમીનને ફળદ્રૂપ બનાવે છે. આ ઉત્તમ ખાતર હોવાથી પાક ઉત્પાદનમાં પણ ફાયદો થાય છે. ગીતાબેનએ ગોબરધન યોજના અંતર્ગત લાભ મળવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!