KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે વાહનચેકીંગમાં રૂ.૧૨,૭૦૦/- નો સ્થળ દંડ વસૂલી કરી વાહન ચાલકો સામે સપાટો બોલાવ્યો.

તારીખ ૧૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ દ્વારા ગુરૂવારના રોજ સાંજનાં સમય દરમ્યાન વાહનચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાલોલ પોલીસએ નગરમાં આવેલ ઘી એમ.જી.એસ હાઈસ્કુલની પાસેથીની ડેરોલસ્ટેશન ચોકડી પાસે વાહનચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે હાથ ધરેલ વાહનચેકીંગમાં નંબર આર્ટિઓ પારસીંગ તેમજ નંબર વિનાના જુના વાહનો તેમજ ડ્રાંઇવિંગ કરતાં સમય મોબાઈલ ફોન પર વાત કરતાં જેવાં વાહન ચાલકોને પોલીસે મોટર વિહિકલ એક્ટ મુજબ નાં ૨૦૭ મુજબ ૧૫ વાહનચાલકોને અને એન.સી.મુજબ ૪૧ વાહનચાલકો ને તેમજ આઈ.પી.સી. એક્ટ ૨૭૯ મુજબ ૫ વાહન ચાલકો સામે દંડનીય કામગીરી કરી સપાટો બોલાવતા કેટલાંક વાહનચાલકોનાં મનદુભાતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે કાલોલ પોલીસએ મોટર વિહિકલ એક્ટ વિરુદ્ધ વાહનલઈ વાહન ચલાવવા સામે કાયદાકીય કામગીરી કરી સ્થળપરજ રૂ.૧૨,૭૦૦/- નો દંડ વસૂલ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!