BHANVADDEVBHOOMI DWARKA

Bhanvad : ભાણવડ તાલુકાની ભરતપુર પ્રાથમિક શાળામાં અંદાજીત ૮૩.૮૫ લાખના ખર્ચે ૫ રૂમનું નિર્માણ કરાશે

કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા ભૂમિપૂજન કરાયું

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ભાણવડ તાલુકાની ભરતપુર પ્રાથમિક શાળા ખાતે અંદાજીત ૮૩.૮૫ લાખના ખર્ચે ૫ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આજરોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

        આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ભરતપુર પ્રાથમિક શાળા ખાતે નવા ૫ રૂમ બનશે. જેનાથી છાત્રોને સારા વર્ગખંડો મળી રહેશે. શાળાના શિક્ષકો અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી કલાને પણ બહાર લાવે છે. અંહી ગામમાં જ સારું વિદ્યામંદિર ઉભુ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો આ શાળામાં  અભ્યાસ કરી ખૂબ સારી કારકિર્દી બનાવે તેવી શુભકામના પાઠવું છું.

        આ તકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમૂર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સરપંચશ્રી સુરેશભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આભારવિધિ શાળાના આચાર્યશ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવી હતી.

        આ તકે ઇન્ચાર્જ મામલતદારશ્રી જલ્પેશ બાબરીયા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, સાજણભાઈ રાવલિયા, વી. ડી. મોરી, જેઠાભાઈ છુછર, દેવશીભાઇ, હીરાભાઈ નનેરા, સર્વ શિક્ષા અભિયાનના કોટકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!