SABARKANTHAVADALI

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ની ગણેશ જીનના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગી

સાબરકાંઠા…

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ની ગણેશ જીનના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગી. ગોડાઉનમાં રહેલ બિયારણ તેમજ કેમિકલ નો જથ્થો ભળીને ખાખ થયો. કરોડોનાં નુકસાન ની ભીતી વરચે જીનનાં સંચાલકો તાત્કાલીક ધોરણે જીન ખાતે દોડી આવ્યા હતા…

સાબરકાંઠા જિલ્લાના વડાલી રેલ્વે ફાટક પાસે આવેલ ગણેશ જીનના કંપાઉન્ડમાં અને પાટીદાર કોમ્પ્લેક્ષના પાછળના ભાગે વિકરાળ આગ લાગી હતી. જીન કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં બિયારણ તેમજ કેમિકલ ભરેલા ગોડાઉનમાં અચાનક આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા ઈડર,વડાલી, હિમતનગર તેમજ ખેડબ્રહ્મા ના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ વિકરાળ આગ ને લઇ સમગ્ર કોમ્પલેક્ષ જર્જરિત હાલતમાં થતાં બિલ્ડિંગ ની આગળના ભાગમાં આવેલી દુકાનો તાત્કાલીક ધોરણે ખાલી કરવાની ફરજ પડી હતી. ત્યારે આ ઘટના ને લઈ વડાલી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીન કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં કરોડોનાં મુદ્દામાલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!